Tuesday, February 16, 2016

આધાશીશી - માથાનો દુખાવો



  1. આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
  2. લસણની કળીઓ પીસીને કાનપતી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
  3. દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
  4. હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.
  5. સુઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
  6. દુધમાં ઘી મેળવી , પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
  7. સુરજ ઉગે તે પહેલા ગરમાગરમ , તાજી , ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
  8. માથું દુખતું હોઈ તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતારે છે.
  9. આમળાનું ચૂર્ણ , સાકર અને ઘી સરખે ભાગે લઇ ખાવાથી માથું દુખતું હોય તો ઉતારે છે.
  10. એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ,ઉકાળીને પીવાથી ,તેનો વાક ( નાસ) લેવાથી માથાનો દુખાવો મટે છે.
  11. ઠંડા દુધમાં સુંઠ ઘસીને ,તે દુધમાં ૩-૪ ટીપા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
  12. આર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.
  13. માથું દુખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.
  14. નાળીયેલનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
  15. લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.
  16. લવિંગ અને તમાકુના પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશી નું દર્દ મટે છે .
  17. નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મીનીટમાં માથાનો દુખાવો મટે છે.
  18. મારીને શુદ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપા પડવાથી આધાશીશી મટે છે.
  19. જીભ ઉપર ચપટી મીઠું મૂકી , દશ મિનીટ પછી એક ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે.

0 comments:

Post a Comment