Monday, February 8, 2016

કબજિયાત


  1. અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
  2. પાકા ટામેટાનો એક કપરસ પીવાથી આતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
  3. રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.
  4. લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
  5. નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
  6. ખજુર રાત્રે પલાળી  રાખી ,સવારે મસળી  ,ગળી ને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.
  7. ગરમ પાણી માં એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુ નો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.
  8. રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.
  9. ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
  10. ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે.
  11. રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે.
  12. અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજિયાત મટે છે.
  13. તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઢ ભેળવીને ફાકવાથી કબજિયાત મટે છે.
  14. જાયફળ લીંબુના રસમાં ઘસીને ને તે  ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
  15. જમ્યા પછી એકાદ કલાકે  ત્રણ થી પાચ હિમેજ ખુબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
  16. કાંદાને ગરમ રાખમાં શેકી,રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.
  17. દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરીયાળી રોજ ફાકવાથી કબજિયાત દુર થાય છે.
  18. કબજિયાત હોય અને ભૂખ ઓછી હોય તો સૂઠ,પીપર,જીરું,સિંધાલુણ ,કળા મરી સરખે ભાગે લઇ,બારીક વાટી,ચૂર્ણ બનાવી,બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.
  19. કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી ,સવારે દ્રાક્ષને મસળી,ગાળી,તે પાણી પીવાથી કબજિયાત મટે છે. 

0 comments:

Post a Comment