Monday, February 8, 2016

હેડકી

                      
  1. કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
  2. થોડી હળદર  પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
  3. દુધમાં સુંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
  4. મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  5. સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  6. જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
  7. સુંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
  8. ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડી થોડી વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે.
  9. શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  10. અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોમાં લેવાથી હેડકી બંધ થાય છે.
  11. નારીયેરના છોડાને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
  12. ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
  13. ગાજર પીસીને સુંઘવાથી હેડકી બંધ થાય છે.
  14. તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
  15. જીરું ખાવાથી હેડકી બંધ થાય છે.
  16. આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.

0 comments:

Post a Comment