Saturday, February 13, 2016

પથરી

               


  1. લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
  2. ગાયના દુધની છાસમાં સિંધવ-મીઠું નાખીને ઉભા-ઉભા રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે .
  3. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પાથરી ઓગળી જાય છે.
  4. ટકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થય પેશાબ વાટે નીકળી જાય છે.
  5. નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
  6. કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટી જાય છે.
  7. મૂળાના પાનનો રસ કાઢી , તેમાં સુરોખાર નાખી , રોજ પીવાથી પથરી ઓગળી જાય છે .
  8. કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઊગળી જાય છે.
  9. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
  10. જુનો ગોળ અને હળદર છાસમાં મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે.
  11. કાળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી , સવારે મસળી , ગાળી , આ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
  12. કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
  13. મૂળાના બી ચાર તોલા લઇ અર્ધો શેર પાણીમાં ઉકાળવા , અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
  14. ઘવ અને ચણાને સાથે ઉકાળીને , તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થય જાય છે.
  15. મેદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
  16. મકાઈના દાના કાઢી લીધા પછી ખાલી ડોડાને બળી , તેની ભસ્મ  બનાવી , ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.
  17. બડી દૂધ(દુધેલી) ના પાન પાચ તોલા તથા મેદીના પાન પાચ તોલા લઇ  બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો ને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું , રસ ઠંડો થયા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો .પેશાબ લાલ આવે તો ગભરાવું નહિ. ત્રીજા દિવસે પથરી બારીક પાવડર થય પેશાબ વાટે બહાર આવશે .
  18. કાંદાના ૨૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ ખાંડેલી મીસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને મુત્ર દ્વારા નીકળી જાય છે.

0 comments:

Post a Comment