Monday, March 21, 2016

હરસ-મસા



  1. તલ વાટી માખણમાં ઘસીને પીવાથી હરસ-મસા મટે છે.
  2. સુંઠનું ચૂર્ણ છાસમાં નાખીને પીવાથી હરસ-મસા મટે છે.
  3. કેરીના ગોટ્લાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ- મસા મટે છે .
  4. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી,ગલી,પીવાથી હરસ- મસા મટે છે .
  5. ઘી માં સૂરણ ટાળીને ખાવાથી હરસ- મસા મટે છે .
  6. કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ- મસા મટે છે.
  7. એક ચમચી કારેલાના રસમાં સાકાર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.
  8. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
  9. ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
  10. જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે.
  11. કોકમની ચટણી દહીંની મલાઇ સાથે ખાવાથી દુઝતા હરસ મટે છે.
  12. મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઈ જાય છે .

શ્રય


  1. તાજા માખણ સાથે મધ ખાવાથી શ્રયમાં ઘણો ફાયદો થાય છે.
  2. લસણને વાટી,ગાયના દૂધ અને ઘી સાથે મેળવીને ,રોજ ખાવાથી શ્રયરોગ મટે છે.
  3. સફેદ કાંદો ૧૨૫ગ્રામ ,એટલા જ ઘી માં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી શ્રયરોગીના ખવાય ગયેલા ફેફસા મજબુત થાય છે અને ફેફસાના જંતુ નાશ પામી શ્રયરોગ મટે છે. 
  4. શ્રયની કોઈ પણ દવા કરાવી શકે તેમ ના હોય તેમણે બકરીના ૨૦૦ ગ્રામ દુધમાં મીઠું નાખી સવાર સાંજ  પીવાથી દર્દીનું બળ ટકી રહેશે . કફ સહેલાયથી નીકળી જશે અને શરીર વધુ સુકાઈ જતું અટકશે 
  5. સાકરમાં એનાથી અર્ધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી , તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી શ્રયનો તાવ , ઉધરસ અને શ્રયની શરદી મટે છે.
  6. ખજુર, દ્રાક્ષ,સાકાર,ઘી,મધ અને પીપર સરખે ભાગે લઇ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી શ્રય ,શ્રયની ખાસી અને શ્વાસમાં ફાયદો થાય છે. 
  7. અરડૂસીના પાનનો રસ ૨૫ થી ૩૦ ગ્રામ ,તેમાં લસણના રસના ૧૦-૨૦ ટીપા નાખી રોજ સવાર-સાંજ પીવાથી શ્રયરોગ મટે છે.
  8. સાંજે એક ગ્લાસ દુધમાં એક ખજુર ભેળવી દો.રાત્રે દુધને પુષ્કળ ઉકાળો , દૂધ ઠંડુ પડે એટલે સુતા પહેલા ખજુર ચાવી ને ખાઈ જાવ ને ઉપર દૂધ પીવો .ઉપર મુજબ સવાર - સાંજ પ્રયોગ કરવાથી શ્રય રોગમાં ખુબ જ ફાયદો થાય છે.

દાંતની પીડા




  1. હિંગને પાણીમાં ઉકલી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
  2. વડની વદવાઈ દાતણ કરવાથી હલતા દાત મજબુત બને છે .
  3. તલનું તેલ હથેળીમાં લઇ આગળી વડે પેઢા પર ઘસવાથી હલતા દાત મજબુત બને છે.
  4. લીંબુનો રસ દાતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું રોહી બંધ થાય છે.
  5. સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંતે ઘસવાથી પાયોરિયા મટે છે
  6. દાતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળા વારંવાર કરવાથી આરામ મળે છે
  7. કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુખાવો મટે છે .
  8. કાંદો ખાવાથી દાત સફેદ દૂધ જેવા થાય છે.
  9. જીરાને શેકીને ખાવાથી પાયોરીયાની દુર્ગંધ દુર થાય છે .

નસકોરી




  1. નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે,કપાળે,ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે .
  2. લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાતે નાખવાથી નાસકોરીનું દર્દ કાયમ મટે નાબુદ થાય છે.
  3. ઘઉના લોટમાં સાકાર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  4. મરીને દહીં અને જુના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
  5. કેરીની ગોતલીનો રસ નાક વડે સુંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
  6. દુધીનો રસ મધ અથવા સાકાર સાથે  પીવાથી નાકમાંથી કે ગાળામાંથી પડતું લોહી બંધ થાય છે.

પેશાબ





  1. પેશાબ અટકતો હોય તો મૂળાનો રસ પીવાથી છૂટથી થાય છે.
  2. અર્ધા તોલા લીંબુના બીજનું ચૂર્ણ કરી પાણી સાથે પીવાથી તરત જ પેશાબ છૂટે છે .
  3. આમળાના ચુરમા ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.

તાવ





  1. તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
  2. ફલુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતારી જાય છે.
  3. ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
  4. ગરમ કરેલા દુધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
  5. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
  6. કોઈ પણ જાત નો તાવ અવીયો હોઈ તો ફૂદીનાનો અને આદુનો રસ પીવાથી તાવ ઉતારી જાય છે.