Monday, March 21, 2016

ગળું

  1. લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગાળાનો સોજો મટે છે.
  2. લસણને ખુબ લસોટી ,મલમ જેવું કરી,કપડાંપર લગાડી,પેટ્ટી બનાવી કંઠમાળ જેવી ગાળાની ગાંઠ પર લગાડવાથી ગાળાની ગાંઠ મટે છે.
  3. કંઠમાળ પર જવના લોટમાં કોથમીર નો રસ મેળવીને રોજે લગાડવાથી કંઠમાળ મટે છે.
  4. કાંદાનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગાળું સાફ રહે છે.કફની ખરેટી બાઝતી નથી.
  5. કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી કોઈપણ ગાળાનો દુખાવો મટે છે.
  6. ગળું આવી ગયું હોઈ તો સરકાના કોગળા કરવાથી મટે છે.
  7. પાન ખાવાથી મોઢું આવી ગયું હોઈતો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે.
  8. ગળું બેસી ગયું હોઈ તો મીઠાના ગરમ પાણીથી કોગળાકરવાથી મટે છે.
  9. મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી  ગળાની બળતરા મટે છે.
  10. ટંકનખારને  પાણીમાં ઓગળી કોગળા કરવાથી ગાળાની બળતરા મટે છે.
  11. ગરમ કરેલા દુધમાં થોડી હળદર  નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
  12. દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હશે તો મટી જશે.

0 comments:

Post a Comment