Thursday, January 28, 2016

કોલેરા

         

              

  1. લવિંગના તેલના બે-ત્રણ ટીપા ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે
  2. લીંબુનો અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે
  3. ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે
  4. કાંદામાં કપૂર ખાવાથી કોલેરા મટે છે
  5. જાયફળનું એક  તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી , તેમાંથી એક એક ગોળી અર્ધા અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
  6. હિંગ ,કપૂર,અને અંબાની ગોટલી સરખે ભાગે લઇ ફુદીનાના રસમાં ઘુટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી  કોલેરા મટે છે.
  7. કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.
  8. પાણીમાં લીવીંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી  કોલેરામાં થતી તરસ મટે છે.
  9. જાયફળનો ઉકારો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
  10. કાંડામાં કપૂર ખાવાથી કોલેરા મટે છે.
  11. કોલેરા થયો હોઈ તો ઘાસલેટ ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે.

ખીલ

               
                                                
                          

  1. મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
  2. નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
  3. છાશ વડે મો ધોવથી ખીલનાડાઘા ,મો પરની કાળાશ દુર થાય છે
  4. લીલા નારીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મો ધોવાથી ખીલ મટેછે .
  5. જાંબુના ઠરીયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ મટે છે.
  6. દુધની મલાઈ સાથે મીઢલ ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ મટે છે.
  7. જાયફળને દુધની મલાયમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
  8. રાત્રે સુતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું ,પછી ચારોળીને દુધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું, સવારના સાબુથી મો ધોવું , આ પ્રયોગથી ખીલ મટે છે.
  9. નારિયેળનું દૂધ કાળીજીરી સાથે મેળવી- લસોટી ખીલ પર લગાવવાથી ખીલ મટે છે.
  10. કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાવવાથી ખીલ કાયમ મટે જડમૂળથી નીકળી જશે .
  11. કાચી સોપારી અથવા જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
  12. લોબાન,સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીંબડાના પાન નાખેલા પાણીથી ધોવાથી ખીલ મટે છે.
  13. ગરમ પાણીની તપેલીમાં રૂમાલનો ટુકડો ભીજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોઈ ત્યારે મુકવાથી ખીલ મટે છે.
  14. પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો.ત્યારબાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
  15. તુલસીના પાનના રસમાં  લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કળા ડાઘ મટે છે.
  16. ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને ,છૂંદીને તેની માલીશ મોઢા પર કરવી , પંદર-વીસ મિનીટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખવું ને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું.એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે .મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે .