Thursday, January 28, 2016

કફ

                    


  1. એલચી ,સિંધવ, ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે .
  2. દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાચ ઘુતળા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસા સાફ બને છે.
  3. આદુનો રસ , લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતા પહેલા લેવાથી કફ , શ્વાસ અને ઉધરસ મટે છે .
  4. દુધમાં હળદર ,મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.
  5. રાત્રે સુતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા કઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
  6. કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
  7. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
  8. દોઢ થી બે તોલાઆદુનારસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે.
  9. તુલસીનો રસ ૩ગ્રામ, આદુનો રસ ૩ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

0 comments:

Post a Comment