Thursday, January 28, 2016

દમ-શ્વાસ

                       


  1. ઘી સાથે દરેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
  2. બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં આરામ થાય છે.
  3. રોજ ગાજર નો રસ મધ સાથે લેવાથી દમમાં આરામ થાય છે.
  4. દસ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
  5. એલચી ,ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે
  6. અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
  7. પંદરવીસ મરીવાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
  8. ગાજરના રસના ચારપાંચ ટીપા નાકમાં નાખવાથી શ્વાસ મટે છે.
  9. હળદર અને સુંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
  10. દમનો હુમલો થયો હોઈ તો એક પાકું કેળું લઇ ,તેને દીવાની જ્યોત પર ગરમ કરી , પછી તેને છોલીને મરીનો ભુક્કો ઉપર ભભરાવીને ખાવાથી આરામ મળે છે.
  11. દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે .
  12. બે -ત્રણ સુકા અંજીર સવારે ને રાત્રે દુધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ધટે છે અને દમ મટે છે.
  13. નાગરવેલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
  14. તુલસીનો રસ ૩ ગ્રામ ,આદુનો રસ ૩ ગ્રામ એક ચમચી મધ સાથે લેવાથી શ્વાસ મટે છે .
  15. તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાચ ગ્રામ ભેગું કરી લેવાથી શ્વાસ મટે છે.
  16. ફુલાવેલી ફટકડી અને સાકાર સરખે ભાગે લઇ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલી ફાકવાથી મટે છે .
  17. આમળાના અઢી તોલા રસમાં એક તોલો મધ, પા તોલો પીપરનું ચૂર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે .


0 comments:

Post a Comment