Tuesday, February 16, 2016

આધાશીશી - માથાનો દુખાવો



  1. આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
  2. લસણની કળીઓ પીસીને કાનપતી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
  3. દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
  4. હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.
  5. સુઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
  6. દુધમાં ઘી મેળવી , પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
  7. સુરજ ઉગે તે પહેલા ગરમાગરમ , તાજી , ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
  8. માથું દુખતું હોઈ તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતારે છે.
  9. આમળાનું ચૂર્ણ , સાકર અને ઘી સરખે ભાગે લઇ ખાવાથી માથું દુખતું હોય તો ઉતારે છે.
  10. એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ,ઉકાળીને પીવાથી ,તેનો વાક ( નાસ) લેવાથી માથાનો દુખાવો મટે છે.
  11. ઠંડા દુધમાં સુંઠ ઘસીને ,તે દુધમાં ૩-૪ ટીપા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
  12. આર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.
  13. માથું દુખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.
  14. નાળીયેલનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
  15. લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.
  16. લવિંગ અને તમાકુના પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશી નું દર્દ મટે છે .
  17. નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મીનીટમાં માથાનો દુખાવો મટે છે.
  18. મારીને શુદ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપા પડવાથી આધાશીશી મટે છે.
  19. જીભ ઉપર ચપટી મીઠું મૂકી , દશ મિનીટ પછી એક ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે.

બેહોશી



  1. કાંદાની ચાર ચોરી કરીને બેહોશ માણસને સુગાડવાથી બેહોશી મટે છે.
  2. હિસ્તીરિયાની ફીટ વખતે કાંદો કાપીને સુગાડવાથી બેહોશી મટે છે.
  3. મરીનું ચૂર્ણ આંખમાં આજવાથી માનસ બેશુદ્ધ થયો હોય તે ચેતનમાં આવે છે.
  4. મરીનું ચૂર્ણ નાકમાં ફૂકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીકો આવે અને બેહોશી મટે છે .
  5. કોઈ દર્દને કારણે દર્દીનું શરીર એકદમ ઠંડુ પડતું જાય કે નાડી ડૂબતી જાય તો ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ લવિંગનો ભૂકો નાખી ઉકાળી તે પાણીથી દર્દીના હાથ પગના તળિયા , છાતી , માથું , ગરદન બધે સારી રીતે માલીસ કરવું આખા શરીરમાં ગરમાવો આવી જશે અને મંદ નાડી તેજ થશે.




વજન વધારવા / લોહી શુદ્ધ કરવા





  1. નરણે કોઠે ખજુર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે.
  2. કોથમીરનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવીને રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે ને વજન વધે છે
  3. રાત્રે ભેસના દુધમાં આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે.
  4. ખજુર દસ તોલા અને દ્રાક્ષ પાચ તોલા દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે અને ખુબ ફાયદો થાય છે.

જાડાપણું

                         
  1. એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મટે છે.
  2. પાકા લીંબુનો રસ અઢી તોલા તથા વીસ તોલા મધ લઇ , સહેજ ગરમ પાણીમાં મેળવી , જમ્યા બાદ તરત પીવાથી એક બે મહિનામાં જાડાપણું મટે છે.
  3. તુલસીના પાન એકલા કે છાસમાં ખાવાથી વજન ઘટે છે શરીરમાંથી ચરબી ઓછી થાય છે અને શરીર સપ્રમાણમાં બને છે.
  4. સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે કોઠે પીવાથી ચરબી ઉતરે છે . ગણપતિ જેવી વ્યક્તિ પણ આ પ્રોયોગથી ઓગળી જાય છે.

પિત્ત





  1. ટામેટાના સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્ત મટે છે.
  2. શેરડીનો રસ પીવાથી પિત્ત મટે છે.

લુ લાગવી






  1. કાંદાના રસના ટીપા લુ લાગેલી વ્યક્તિના નાકમાં નાખવાથી આરામ થાય છે.
  2. કાચી કેરી પાણીમાં ઉકાળી , સાકાર મેળવી શરબત બનાવી પીવાથી આરામ થાય છે
  3. તુલસીના પાનનો રસ ખાંડ મેળવીને પીવાથી આરામ થાય છે.
  4. કાંદો , જીરું ને ખાંડ વાટીને ખાવાથી આરામ મળે છે.