Saturday, February 13, 2016

ઉધરસ-ખાસી


  1. કાંદાના  રસમાં  મધ  મેળવીને  પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
  2. કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દુર થઇ ઉધરસ મટે છે.
  3. લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ ભેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
  4. લવિંગને મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  5. મરીનું ચૂર્ણ દુધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
  6. મરીનું ચૂર્ણ સાકર.ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
  7. એક ચમચી મધ,અને બે ચમચી આદુનો રસ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.
  8. થોડી હિંગ શેકી,તેને ગરમ પાણીમાં મેળવી,પીવાથી ઉધરસ મટે છે.
  9. દ્રાક્ષ અને સાકર મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  10. લસણની કળીઓને કચરી,પોતલી બનાવી,તેની વાસ લેવાથી મોટી ઉધરસ(હું પીંગ) ,કફ મટે છે.
  11. લસણ ૨૦ થી ૨૫ ટીપા રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર- ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ (હું પીંગ - કફ ) મટે છે.
  12. દાડમના ફળની છાલનો ટુકડો મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  13. આમલીના કીચુકાને શેકી,તેના છોતરા કાઢી નાખી,કીચુકાનું બારીક ચૂર્ણ બનાવી,મધને ઘી માં મેળવી પીવાથી ઉધરસ કફમાં લોહી પડતું હોઈ તો મટે છે.
  14. થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઇ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.
  15. ગરમ કરેલા દુધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
  16. રાત્રે મીઠાની કાકરી મોમાં રાખી મુકવાથી ઉધરસ મટે છે.
  17. ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.
  18. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટો પડી જાય છે અને ઉધરસ મટશે.
  19. હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચના  -એક મુઠ્ઠી જેટલા-સવારે તથા રાત્રે સુતી વખતે ખાવાથી ( ઉપરથી પાણી ના પીવું ) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
  20. મીઠું અને હળદરવાળો  શેકેલો અજમો જમ્યા બાદ મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.
  21. હળદર અને સુંઠ સવાર -  સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
  22. હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી  મોમાં રાખી ચૂસવાથી કફની ખસી મટે છે.
  23. નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફ ની ખસી મટે છે.
  24. તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુખાવો મટે છે.
  25. રાત્રે થોડાક શેકેલા ચના ખાઈ , ઉપર પાણી પીધા વગર સુઈ જવાથી ઉધરસ મટે છે.
  26. અરડૂસીના પાનના  રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
  27. ખાંડ સાથે બે ટીપા કેરોસીન દિવસમાં ત્રણ વાર ચાટવાથી મોટી ઉધરસ મટે છે.
  28. કેળના પાનને બાળી , ભસ્મ બનાવી, તે ભસ્મમાં દશ ગ્રામની માત્રામાં  દિવસમાં ત્રણવાર મધ સાથે ચાટવાથી ઉતાતીયામાં રાહત થાય છે.

0 comments:

Post a Comment