Sunday, August 28, 2016

ઔષધીઓનો ખજાનો

આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ અને ઝડપી ઈલાજ આપણા ઘરમાં રહેલી વસ્તુઓમાં છુપાયેલો છે જે ઘરમાં જ કરી શકાય છે પરંતુ લોકો તેના માટે તસદી લેતા નથી. જેથી આજે ઘરેલૂ નુસખાઓ તમારા માટે લઈને આવ્યા છે. જે સસ્તા અને સરળ છે.છે. જે તમારી તકલીફોનું ફટાફટ નિવારણ કરશે.
1.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .
2. ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .
3. દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.
4. જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .
5. અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .
6. પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .
7. સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .
8. ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.
9. પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિનામાં પથરી ઓગળી જશે .
10. શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .
11. ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .
12. અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .
13. કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .
14. તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
15. વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.
16. કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે .
17. દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્ષ કરી પીવાથી ઉલટી મટે છે.
18. કારેલાનો રસ સવાર-સાંજ પીવાથી તાવ અને કૃમિ બન્ને દૂર થાય છે.
19. નાગરવેલના પાનમાં બે લવિંગ મૂકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળીનો સોજો ઉતરે છે .
20. સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટી જાય છે .
21. રાઈના તેલમાં ડુંગળીનો રસ ભેળવી માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
22. અજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે.
23. નવશેકું પાણી દર ત્રણ કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે.
24. બે ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઇ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુઃખાવામાં તરત જ લાભ થાય છે.
25. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી આદુંનો રસ મેળવી કોગળા કરવાથી મોની દુર્ગંધ દુર થાય છે.
26. ઓછુ સંભળાતું હોય તો રોજ આદુંનો રસ અને મધ મેળવી,એમાં થોડું મીઠું મેળવી, આ મિશ્રણના બેથી ચાર ટીપાં કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.
27. મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે .
28. પીપરીમૂળના ગંઠોડા અને ગોળ મેળવીને ખાવાથી ઊંઘ સારી આવે છે.
29. નિયમિત કરેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
30. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.
31. ફ્લુના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.
32. કોઈ પણ જીવડું કરડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુઃખાવો મટી જાય છે.
33. સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે.
34. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે.
35. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત્ત દુર થાય છે.
36. મીઠું અને ખાવાનો સોડા મિક્ષ કરીને ઘસવાથી પીળા દાંત સફેદ થશે.
37. ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે.
38. ગરમ પાણીમાં લસણનો રસ નાખી કોગળા કરવાથી ગળું સાફ થઇ જાય છે.
39. દિવસ દરમ્યાન ચાર-પાંચ ટામેટા ખાવાથી કે ટામેટાનો એક ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી પંદર દિવસમાં હાથ-પગ અને સાંધાનો દુઃખાવો મટી જાય છે.
40. શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે.
41. તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ-પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ-પગના તળિયે લગાવવાથી રાહત મળે છે.
42. સફેદ ડુંગળી કચરીને સુંઘાડવાથી આંચકીમાં રાહત મળે છે.

Saturday, August 6, 2016

કાંટો કે કાચ વાગ્યો હોય


  • રાય ના લોટને ઘી-મધમાં મેળવી કાંટો કે કાચ વાગ્યો હોઈ તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.


મોની દુર્ગંધ



  • તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના કોગળા કરવાથી મોની દુર્ગંધ મટે છે.


મો ના ચાંદા



  1. તાજી,મોળી છાસ પીવાથી મોના ચાંદા મટે છે.
  2. બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
  3. મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
  4. ટંકનખારને  પાણીમાં ઓગળી કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે.


અવાજ બેસી ગયો હોઈ તો



  1. બોરડીના છાલનો કટકો ચૂસવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે
  2. ભોજન કર્યા પછી મરી નું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે.
  3. સાકરની ગાંગડી મોમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે.
  4. ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી આવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  5. પાકું દાડમ ખાવાથી આવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.
  6. રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી આવાજ બેસી ગયો હોય તો ખુલશે.

Friday, April 22, 2016

તૂટેલું હાડકું


  1. લસણની  કળી  ઘી માં  સંતરીને  ખાવાથી તૂટેલું   હાડકું  સાંધાય  છે.

તૃષા રોગ




  1. ખાંડ ને પાણીમાં ઓગળી પીવાથી તૃષા રાગ શાંત થાય છે.
  2. ટામેટા રસમાં ખાંડ ને લવિંગ નું ચૂર્ણ મેળવી પીવાથી આરામ થાય છે.



કણી-કપાસી



  1. કપાસીવાળા ભાગ ઉપર ઘાસલેટ ખુબ ચોળીને  ખરબચડું  ઠીકરું ઘસવાથી કપાસી નીકળી જાય છે.
  2. ગોળમા આકડાના દુધના ટીપા નાખીને ,કપાસી ઉપર લગાડી , પાટો બાંધી રાખવાથી કપાસી નીકળી જાય છે .
  3. અળસીના તેલમાં પીપળાના પાનની ભષ્મ ઘુંટીને લગાડવાથી કપાસી મટે છે.
  4. બટેટાને બાફી , છુંદીને તેમાં હળદર  નાખી મસળી ,સવાર સાંજ કપાસી ઉપર લગાડવાથી ચામડી નરમ બની ફાયદો કરે છે. 


કેન્સર



  1. શ્યામ તુલસીના પાન લય ,તેને વાટી,દૂધ મેળવતી વખતે તેમાં નાખી દેવા ત્રણ-ચાર કલાક પછી દહીં મળી જાય ત્યારે તેને સ્વચ્છ કપડાથી ગાળી , તેમાં મધ અથવા ખાંડ મેળવી, દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવાથી  કેન્સર મટે છે.



બરો



  1. તાવ ઉતર્યા પછી હોઠ પર બરો મૂતરી હોય તો પાણીમાં જીરું વાટી ચોપડવાથી બરો મટે છે.




કોલેસ્ટરોલ



  1. સુકી મેથી ફાકવાથી કોલેસ્ટરોલ ધટે છે 
  2. કાચી સોપરીનું નિયમિત સેવન કરવાથી લોહી પાતળું થાય છે અને કોલેસ્ટરોલ ઘટે છે .

વાળો


ચાર ચપટી મઠનો લોટ લય , તેમાં ૧ ચમચી હિંગ નાખી ,થોડું પાણી નાખી ,પોટીશ બનાવી વાળો થયો હોય તે જગ્યા ઉપર બંધો ,થોડા દિવસોમાં વાળો નીકળી જશે.


સારણગાંઠ ( હનીયા )


સવાર સાંજ બે વખત અર્ધો તોલો મેથીના દાણા ચાવ્યા સિવાય ગળી જઈ પાણી પીવાથી સારણગાંઠ  મટે છે.


સંગ્રહની


બીલીનો ગર્ભ સાકાર મિશ્રિત દૂધ સાથે ૪૦ દિવસ સુધી લેવાથી સંગ્રહની માં ફાયદો થાય છે .



અન્ય


મરીના બે-ત્રણ દાણા રોજ ખાવાથી કોઈ પણ રોગ થતો જ નથી


અપેન્ડીક્સ


મેથીની ભૂકી અર્ધા તોલા સાકાર સાથે રોજ સવારે ખાવાત્ય્હી અપેન્ડીસ મટે છે.

વાઈ


૧૦ ગ્રામ લસણ અને ૩૦ ગ્રામ કળા તાલ વાટીને ખાવાથી થોડા દિવસમાં વાઈ નો રોગ મટે છે.


વા



  1. બે ચમચી આદુનો રસ , એક ચમચી લસણનો રસ ,બે ચમચી મેથીની ભાજીના પાનનો રસ મેળવી પીવાથી સાંધા નો વા મટે છે.

યાદ શક્તિ




  1. સવારમાં સ્નાન કાર્ય પછી તુલસીના પાચ પણ પાણી સાથે લેવાથી મગજની નિર્બળતા દુર થાય છે અને યાદશક્તિ વધે છે.

થાક



  1. લીંબુ  શરબત  ખાંડ  નાખી  પીવાથી  થાક  મટે  છે .
  2. ખુબ  મહેનતુ  કામ  કરવાથી  કે  વધુ  ચાલવાથી  થાક  લાગે  તો  ઠંડા  પાણી  માં  ૨૦  ગ્રામ  ગોળ  ઓગળી  તેમાં  એલચી  ના  દાણા વાટી  , પીવાથી  થાક  દુર  થશે  ને  શક્તિ  આવશે 
  3. રાત્રે તાબાના લોટમાં ભરી રાખેલું પાણી સવારે સવારે ઉઠી તરત જ પીવાથી દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સારું રહે છે . 

Thursday, April 21, 2016

આંખ ની પીડા



  1. ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને આંખોમાં નાખવાથી રતાધરાપાનુ મટે છે.
  2. કાંદાના રસ માં થોડું મીઠું નાખીને તેના ટીપા આખમાં નાખવાથી રતાધરાપાનુ  મટે છે.
  3. સાકાર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાધરાપાનુ માટે છે.
  4. પાકા ટામેટાનો રસ સવાર સાંજ પીવાથી રતાધરાપાના માં  ખુબ જ ફાયદો થઇ છે.
  5. બકરીના દુધમાં લવિંગ ઘસીને આખોમાં નાખવાથી રતાધરાપાનુ માટે છે.
  6. મારીને પાણીમાં ઘસીને અંજની પર લેપ  કરવાથી અંજની જલ્દી પાકીને ફૂટી જાય છે.
  7. રોજ તાજું માખણ ખાવાથી આખોનું તેજ વધે છે.આખોની રતાશ અને બળતરા મટે છે.
  8. આખોની બળતરા માં માખણ અંદર  અને બહાર લગાવવાથી બળતરા મટે છે. 

Monday, April 18, 2016

ઉલટી


  1. ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
  2. રાયને જીણી વાટી પાણીમાં પળારી પેટ પર લગાડવાથી ઉલટી મટે છે.
  3. મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલટી મટે છે.
  4. ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.
  5. આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટેછે.
  6. સુંઠ અને ગંડોલા નું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.
  7. મીઠા લીંબડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
  8. તજનો ઉકાળો પીવાથી ઉલટી મટેછે.
  9. લીંબુ કાપીને ખાંડ ભભરાવીને  ચૂસવાથી અન્નવિકારથી થતી ઉલટી મટે છે.
  10. શેરડીનો રસ પીવાથી પિત્તની ઉલટી મટે છે.
  11. તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
  12. એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી મટે છે.
  13. અલચીના દાણા વાટી ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ દાહોલાતો હોય કે ઉલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે.
  14. એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એક રસ કરી પીવાથી પિત્તની ઉલટી મટે છે.
  15. અમલીને પાણીમાં પલાળી તેનું પાણી ગાળી ને પીવાથી પિત્ત ની ઉલટી મટે છે.
  16. કાંદાનો રસ થોડા પાણીમાં એક કલાક પછી પીવાથી અપચાને લીધે થતી ઉલટી મટે છે.
  17. ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે.
  18. અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઉલટી મટે  છે.
  19. ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંડે ત્યારે મોમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચક્કર અને ઉલટી બંધ થાય છે.
  20. લીંબુ કાપી,તેના ઉપર સુંઠ,સિંધવ-મીઠું નાખી , ગરમ કરી ચૂસવાથી અજીર્ણની ઉલટી ર છે અને ખાટ્ટા ઓડકાર મટે છે.
  21. મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ એલચી,૨-૩ લવિંગ તથા સાકર નાખી ૫-૭ ઉભરા આવવા દઈ ,ઉતારીને ઠંડુ પાડી દો, તે પાણી ગાળીને ૧-૨ ચમચી લીંબુ નીચોવીને અથવા બરફનો ટુકડો નાખીને પીવાથી ઉલટી મટે છે. 
  22. ધાણા પાણીમાં પલાળી રાખી,મસળી,ગાળી, તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારંવાર પીવાથી ઉલટી શાંત થાય છે.

ચહેરાનો રંગ ગોરા કરવાના નુસકા


  1. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા પર મસાજ કરો અને સુકાઈ ગયા પછી ચહેરાને ધોહી લો આ નુસકા ને નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થઇ જશે અને ખીલની  સમસ્યા પણ દુર થઇ જશે.
  2. ગુલાબ જળ થી ચહેરો ધોવાથી અથવા વધુ ફાયદો મેળવવા માટે ગુલાબના પાનને  પાણી માં પેસ્ટ બનાવી ૧ દિવસ માટે તેને મૂકી રાખો બાદ માં બીજા દિવસે તે લગાવવાથી ચહેરાનો રંગ ગુલાબી થવા લાગશે 
  3. દુધમાં એક ચપટી હળદર મેળવી લગાવવાથી અથવા ચણાના લોટમાં હળદર ને દૂધ મેળવીને લાગવાથી ચહેરો ગ્લો વધવા  લાગશે 
  4. ચહેરા ને ચમકીલો બનાવવા માટે કાકડીની પેસ્ટ કે કાકડી ઘસવાથી ચહેરો ચમકીલો બનશે.
  5. મધ ખાવાથી ને લગાવવાથી પણ ચહેરો ગ્લો મારવા લાગે છે મધ  થી મસાજ કરીને થોડી મિનીટ પછી ચહેરો ધોઈ લેવાથી પણ સારો ફાયદો મળે  છે બે અઠવાડિયામાં ચહેરાનો રંગ ફરી જશે ને ચહેરો ગોરો થવાનો અહેસાસ થશે 
  6. તુલસીના પાનનું જુસ બનાવીને ચહેરા પર લગાવી હળવે હાથે થી મસાજ કરો ને નવશેકા પાણીથી ધોઈ લો આ ઉપાય રોજ કરવાથી ચહેરાની સુંદરતા માં વધારો જોવા મળશે 
  7. એક પપૈયા  નો કટકો લઈને એને પીસી લો આ પેસ્ટ ને ચહેરા પર લગાવી મસાજ કરી થોડી મીનીટો સુધી રાખો અને ધોઈ લો આમ નિયમિત પાને કરવાથી ચહેરાનો રંગ ગોરો થતો જશે .
  8. ત્વચાનો રંગ નિખારવા માટે રોજ સંતરાનું જુસ ચહેરા પર લગાવો સુકાઈ ગયા પછી ધોઈ લો.
  9. જો ચહેરા પર દાગ ધબ્બા હોઈ તો સંતરાની છાલ નો ઉપયોગ કરો તેને છાંયડા માં સુકવીને પાવડર બનાવી લો આ પાવડર ૧ ચમચી કાચા દુધમાં મેળવીને લાગવાથી ટુક સમયમાં જ ચહેરાનો રંગ નીખરવા લાગશે .

Sunday, April 17, 2016

પાણી પીવાથી થતા ફાયદાઓ



  1. આખો દિવસ નવશેકું પાણી પીવાથી શરીર અનેર્જી વાળું રહે છે અને જડપ થી ચરબી ઘટવા લાગે છે.
  2. કસરત કર્યા પહેલા અને પછી પાણી પીવું જોઈં આનાથી શરીર ને પુરતી અનેર્જી મળી રહેશે અને યોગ્ય રીતે કસરત થઇ શકશે . 
  3. રોજ સવારે નવશેકા પાણીમાં થોડું લીંબુ નાખીને પીવાથી શરીર માં ચરબીનો ઘટાડો થાય છે.
  4. પાણી દ્વારા વજન ઘટાડવા માટે ગ્રીન ટી દરરોજ પીવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે.
  5. જયારે તમે સલાડ ખાવો ત્યારે તેની સાથે પાણી પીવાથી  શરીર ની વધારાની ચરબી ઘટવા લાગશે 
  6. જયારે તમને તીવ્ર ભૂખ લાગે છે ત્યારે ખોરાક ની જગ્યાએ પાણી પીવાથી ભૂખ સંત થાય જશે અને શરીર ઘટાડવામાં પણ મદદરૂપ થશે .
  7. સવારે ઉઠતા જ નળના કોઠે ૧ ગ્લાસ નવશેકું  પાણી પીવો આ આદતથી પાચનતંત્ર મજબૂત બને અને શરીરના હાનીકારક તત્વો દુર થશે 
  8. ભોજન પહેલા પાણી પીવાથી ઓછું ખવાઈ છે અને તેથી શરીર વધતું નથી 
  9. દરરોજ ૪ લીટેર થી વધારે પાણી પીવાથી પેટ  વધતું નથી 

ચહેરા નો રંગ ગોરો કરવાના નુસકા


  1. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા પર મસાજ કરો અને સુકાઈ ગયા પછી ચહેરાને ધોહી લો આ નુસકા ને નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થઇ જશે અને ખીલની  સમસ્યા પણ દુર થઇ જશે.
  2. ગુલાબ જળ થી ચહેરો ધોવાથી અથવા વધુ ફાયદો મેળવવા માટે ગુલાબના પાનને  પાણી માં પેસ્ટ બનાવી ૧ દિવસ માટે તેને મૂકી રાખો બાદ માં બીજા દિવસે તે લગાવવાથી ચહેરાનો રંગ ગુલાબી થવા લાગશે 
  3. દુધમાં એક ચપટી હળદર મેળવી લગાવવાથી અથવા ચણાના લોટમાં હળદર ને દૂધ મેળવીને લાગવાથી ચહેરો ગ્લો વધવા  લાગશે 
  4. ચહેરા ને ચમકીલો બનાવવા માટે કાકડીની પેસ્ટ કે કાકડી ઘસવાથી ચહેરો ચમકીલો બનશે.
  5. મધ ખાવાથી ને લગાવવાથી પણ ચહેરો ગ્લો મારવા લાગે છે મધ  થી મસાજ કરીને થોડી મિનીટ પછી ચહેરો ધોઈ લેવાથી પણ સારો ફાયદો મળે  છે બે અઠવાડિયામાં ચહેરાનો રંગ ફરી જશે ને ચહેરો ગોરો થવાનો અહેસાસ થશે 
  6. તુલસીના પાનનું જુસ બનાવીને ચહેરા પર લગાવી હળવે હાથે થી મસાજ કરો ને નવશેકા પાણીથી ધોઈ લો આ ઉપાય રોજ કરવાથી ચહેરાની સુંદરતા માં વધારો જોવા મળશે 
  7. એક પપૈયા  નો કટકો લઈને એને પીસી લો આ પેસ્ટ ને ચહેરા પર લગાવી મસાજ કરી થોડી મીનીટો સુધી રાખો અને ધોઈ લો આમ નિયમિત પાને કરવાથી ચહેરાનો રંગ ગોરો થતો જશે .
  8. ત્વચાનો રંગ નિખારવા માટે રોજ સંતરાનું જુસ ચહેરા પર લગાવો સુકાઈ ગયા પછી ધોઈ લો.
  9. જો ચહેરા પર દાગ ધબ્બા હોઈ તો સંતરાની છાલ નો ઉપયોગ કરો તેને છાંયડા માં સુકવીને પાવડર બનાવી લો આ પાવડર ૧ ચમચી કાચા દુધમાં મેળવીને લાગવાથી ટુક સમયમાં જ ચહેરાનો રંગ નીખરવા લાગશે .

પેટ ફૂલેલું હોઈ તો



  1. રોજ સવારે વહેલા ૨-૩ લસણની કળી ખુબજ ચાવીને ખાવાથી પેટની ચરબી ધીમે ધીમે ઓગળવા માંડશે સતત ૧૫-૨૦ દિવસ આ પ્રયોગ કરવાથી ચરબી ઘટી જશે ને પેટ ફૂલેલું નહી દેખાશે .

Monday, March 21, 2016

હરસ-મસા



  1. તલ વાટી માખણમાં ઘસીને પીવાથી હરસ-મસા મટે છે.
  2. સુંઠનું ચૂર્ણ છાસમાં નાખીને પીવાથી હરસ-મસા મટે છે.
  3. કેરીના ગોટ્લાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ- મસા મટે છે .
  4. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી,ગલી,પીવાથી હરસ- મસા મટે છે .
  5. ઘી માં સૂરણ ટાળીને ખાવાથી હરસ- મસા મટે છે .
  6. કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ- મસા મટે છે.
  7. એક ચમચી કારેલાના રસમાં સાકાર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.
  8. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
  9. ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
  10. જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે.
  11. કોકમની ચટણી દહીંની મલાઇ સાથે ખાવાથી દુઝતા હરસ મટે છે.
  12. મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઈ જાય છે .

શ્રય


  1. તાજા માખણ સાથે મધ ખાવાથી શ્રયમાં ઘણો ફાયદો થાય છે.
  2. લસણને વાટી,ગાયના દૂધ અને ઘી સાથે મેળવીને ,રોજ ખાવાથી શ્રયરોગ મટે છે.
  3. સફેદ કાંદો ૧૨૫ગ્રામ ,એટલા જ ઘી માં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી શ્રયરોગીના ખવાય ગયેલા ફેફસા મજબુત થાય છે અને ફેફસાના જંતુ નાશ પામી શ્રયરોગ મટે છે. 
  4. શ્રયની કોઈ પણ દવા કરાવી શકે તેમ ના હોય તેમણે બકરીના ૨૦૦ ગ્રામ દુધમાં મીઠું નાખી સવાર સાંજ  પીવાથી દર્દીનું બળ ટકી રહેશે . કફ સહેલાયથી નીકળી જશે અને શરીર વધુ સુકાઈ જતું અટકશે 
  5. સાકરમાં એનાથી અર્ધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી , તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી શ્રયનો તાવ , ઉધરસ અને શ્રયની શરદી મટે છે.
  6. ખજુર, દ્રાક્ષ,સાકાર,ઘી,મધ અને પીપર સરખે ભાગે લઇ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી શ્રય ,શ્રયની ખાસી અને શ્વાસમાં ફાયદો થાય છે. 
  7. અરડૂસીના પાનનો રસ ૨૫ થી ૩૦ ગ્રામ ,તેમાં લસણના રસના ૧૦-૨૦ ટીપા નાખી રોજ સવાર-સાંજ પીવાથી શ્રયરોગ મટે છે.
  8. સાંજે એક ગ્લાસ દુધમાં એક ખજુર ભેળવી દો.રાત્રે દુધને પુષ્કળ ઉકાળો , દૂધ ઠંડુ પડે એટલે સુતા પહેલા ખજુર ચાવી ને ખાઈ જાવ ને ઉપર દૂધ પીવો .ઉપર મુજબ સવાર - સાંજ પ્રયોગ કરવાથી શ્રય રોગમાં ખુબ જ ફાયદો થાય છે.

દાંતની પીડા




  1. હિંગને પાણીમાં ઉકલી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
  2. વડની વદવાઈ દાતણ કરવાથી હલતા દાત મજબુત બને છે .
  3. તલનું તેલ હથેળીમાં લઇ આગળી વડે પેઢા પર ઘસવાથી હલતા દાત મજબુત બને છે.
  4. લીંબુનો રસ દાતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું રોહી બંધ થાય છે.
  5. સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંતે ઘસવાથી પાયોરિયા મટે છે
  6. દાતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળા વારંવાર કરવાથી આરામ મળે છે
  7. કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુખાવો મટે છે .
  8. કાંદો ખાવાથી દાત સફેદ દૂધ જેવા થાય છે.
  9. જીરાને શેકીને ખાવાથી પાયોરીયાની દુર્ગંધ દુર થાય છે .

નસકોરી




  1. નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે,કપાળે,ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે .
  2. લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાતે નાખવાથી નાસકોરીનું દર્દ કાયમ મટે નાબુદ થાય છે.
  3. ઘઉના લોટમાં સાકાર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  4. મરીને દહીં અને જુના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
  5. કેરીની ગોતલીનો રસ નાક વડે સુંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
  6. દુધીનો રસ મધ અથવા સાકાર સાથે  પીવાથી નાકમાંથી કે ગાળામાંથી પડતું લોહી બંધ થાય છે.