Sunday, April 17, 2016

ચહેરા નો રંગ ગોરો કરવાના નુસકા


  1. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા પર મસાજ કરો અને સુકાઈ ગયા પછી ચહેરાને ધોહી લો આ નુસકા ને નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થઇ જશે અને ખીલની  સમસ્યા પણ દુર થઇ જશે.
  2. ગુલાબ જળ થી ચહેરો ધોવાથી અથવા વધુ ફાયદો મેળવવા માટે ગુલાબના પાનને  પાણી માં પેસ્ટ બનાવી ૧ દિવસ માટે તેને મૂકી રાખો બાદ માં બીજા દિવસે તે લગાવવાથી ચહેરાનો રંગ ગુલાબી થવા લાગશે 
  3. દુધમાં એક ચપટી હળદર મેળવી લગાવવાથી અથવા ચણાના લોટમાં હળદર ને દૂધ મેળવીને લાગવાથી ચહેરો ગ્લો વધવા  લાગશે 
  4. ચહેરા ને ચમકીલો બનાવવા માટે કાકડીની પેસ્ટ કે કાકડી ઘસવાથી ચહેરો ચમકીલો બનશે.
  5. મધ ખાવાથી ને લગાવવાથી પણ ચહેરો ગ્લો મારવા લાગે છે મધ  થી મસાજ કરીને થોડી મિનીટ પછી ચહેરો ધોઈ લેવાથી પણ સારો ફાયદો મળે  છે બે અઠવાડિયામાં ચહેરાનો રંગ ફરી જશે ને ચહેરો ગોરો થવાનો અહેસાસ થશે 
  6. તુલસીના પાનનું જુસ બનાવીને ચહેરા પર લગાવી હળવે હાથે થી મસાજ કરો ને નવશેકા પાણીથી ધોઈ લો આ ઉપાય રોજ કરવાથી ચહેરાની સુંદરતા માં વધારો જોવા મળશે 
  7. એક પપૈયા  નો કટકો લઈને એને પીસી લો આ પેસ્ટ ને ચહેરા પર લગાવી મસાજ કરી થોડી મીનીટો સુધી રાખો અને ધોઈ લો આમ નિયમિત પાને કરવાથી ચહેરાનો રંગ ગોરો થતો જશે .
  8. ત્વચાનો રંગ નિખારવા માટે રોજ સંતરાનું જુસ ચહેરા પર લગાવો સુકાઈ ગયા પછી ધોઈ લો.
  9. જો ચહેરા પર દાગ ધબ્બા હોઈ તો સંતરાની છાલ નો ઉપયોગ કરો તેને છાંયડા માં સુકવીને પાવડર બનાવી લો આ પાવડર ૧ ચમચી કાચા દુધમાં મેળવીને લાગવાથી ટુક સમયમાં જ ચહેરાનો રંગ નીખરવા લાગશે .

0 comments:

Post a Comment