Monday, April 18, 2016

ઉલટી


  1. ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
  2. રાયને જીણી વાટી પાણીમાં પળારી પેટ પર લગાડવાથી ઉલટી મટે છે.
  3. મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલટી મટે છે.
  4. ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.
  5. આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટેછે.
  6. સુંઠ અને ગંડોલા નું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.
  7. મીઠા લીંબડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
  8. તજનો ઉકાળો પીવાથી ઉલટી મટેછે.
  9. લીંબુ કાપીને ખાંડ ભભરાવીને  ચૂસવાથી અન્નવિકારથી થતી ઉલટી મટે છે.
  10. શેરડીનો રસ પીવાથી પિત્તની ઉલટી મટે છે.
  11. તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
  12. એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી મટે છે.
  13. અલચીના દાણા વાટી ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ દાહોલાતો હોય કે ઉલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે.
  14. એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એક રસ કરી પીવાથી પિત્તની ઉલટી મટે છે.
  15. અમલીને પાણીમાં પલાળી તેનું પાણી ગાળી ને પીવાથી પિત્ત ની ઉલટી મટે છે.
  16. કાંદાનો રસ થોડા પાણીમાં એક કલાક પછી પીવાથી અપચાને લીધે થતી ઉલટી મટે છે.
  17. ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે.
  18. અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઉલટી મટે  છે.
  19. ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંડે ત્યારે મોમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચક્કર અને ઉલટી બંધ થાય છે.
  20. લીંબુ કાપી,તેના ઉપર સુંઠ,સિંધવ-મીઠું નાખી , ગરમ કરી ચૂસવાથી અજીર્ણની ઉલટી ર છે અને ખાટ્ટા ઓડકાર મટે છે.
  21. મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ એલચી,૨-૩ લવિંગ તથા સાકર નાખી ૫-૭ ઉભરા આવવા દઈ ,ઉતારીને ઠંડુ પાડી દો, તે પાણી ગાળીને ૧-૨ ચમચી લીંબુ નીચોવીને અથવા બરફનો ટુકડો નાખીને પીવાથી ઉલટી મટે છે. 
  22. ધાણા પાણીમાં પલાળી રાખી,મસળી,ગાળી, તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારંવાર પીવાથી ઉલટી શાંત થાય છે.

0 comments:

Post a Comment