Thursday, January 28, 2016

દાહ - બળતરા

                                          
 

  1. મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
  2. દ્રાક્ષ અને ખડી સાકાર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
  3. ધાણા અને સાકાર પાણીમાં લેવાથી બળતરા મટે છે.
  4. ઘનાજીરનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી ને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા મટે છે.
  5. તાંદલજા નો રસ સાકાર નાખી પીવાથી હાથપગની બળતરા અને પેશાબની બળતરા મટે છે.
  6. અલચીને આમળાના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા,પગના તળિયાની બળતરા મટે છે.
  7. એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી,તેમાં થોડી સાકાર મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે.
  8. સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ,બળતરા,ખંજવાળ મટે છે.
  9. ધાણા અને જીરું એક - એક ચમચી લઇ,અધકચરું ખાંડી,રાત્રે પાણીમાં પલાળી ,સવારે મસળી,ગાળી,તેમાં સાકાર નાખી પીવાથી પેટની તથા હાથપગની બળતરા મટે છે.

0 comments:

Post a Comment