Monday, March 21, 2016

ગૂમડા

  1. ગૂમડા ઉપર માખણ લગાડી રૂ નો પાટો બાંધી રાખવાથી ગુમડું ફૂટી જશે .
  2. બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીશ બનાવી ગૂમડા પર બાંધવાથી ગુમડું ફૂટી જશે .
  3.  સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડું બેસી જશે.
  4. લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાઠ,ગુમડા પાકીને ફૂટી જશે.
  5. બી કાઢી નાખેલી કાળી દ્રાક્ષ માં થોડું પાણી નાખી વાટી મલમ જેવું બનાવીને કાપડાની પટ્ટી બનાવી ગુમડા ઉપર મૂકી પાટો બાંધવાથી ગુમડુ ફૂટી જાય છે.
  6. દરરોજ સવારે લીમડાના પાનનો રસ પીવાથી પેટ સાફ આવે છે અને ગુમડા થતા નથી ને થયેલા હોઈ તો તે મટી જાય છે.
  7. હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગુમડુ ફૂટી જશે. 
  8. ગાજર ને બાફી એની પોટિશ કરીને બાંધવાથી ગુમડા સારા થઈ જશે. 
  9. બોરડીના પાન વાટી , ગરમ કરી , પોટિશ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જશે. 
  10. પાલખ અથવા તાંદળજાનાં પાનની પોટિશ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જશે.
  11. કાંદાને કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટિશ કરી બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જશે .
  12. ઘઉંના લોટમાં હળદર અને  મીઠું નાખી પોટિશ બનાવી ગુમડા  પર બાંધવાથી ગુમડુ ફૂટી જશે .

1 comments:

  1. મારા ડાબી બાજુના ગાલ પર, કાનની નીચે દર વર્ષે લગભગ ઉનાળાની શરૂઆતમાં એક જ જગ્યાએ મુંઢીયુ ગુમડું થાય છે, સાત આઠ દિવસમાં પાકીને ફુટી જાય છે. દબાવી ને બધા રસી કાઢીએ છીએ તો પણ આવુ દર વર્ષે થવાનું શું કારણ હશે?

    ReplyDelete