Monday, March 21, 2016

ઘા - જખમ

  1. ઘા માંથી લોહી નીકળતું હોઈ તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
  2. તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલ્દી રુજાઈ છે
  3. તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુજાઈ છે
  4. તાજા ઘા ઉપર જેઠી મધમાં મધ મેળવી કાળવીને ભરી દેવાથી જલ્દી રુજ આવે છે.
  5. લાગેલા વાઢ,કાપ,ઘા ઉપર તાજો પેશાબ લગાડવાથી જલદી રુજ આવે અને પાકતો નથી.
  6. ઘા કે જખમ માંથી લોહી નીકળતું હોઈ તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી ને રુજ જલદી આવે છે.
  7. વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
  8. હળદર ને તેલમાં કકડાવીને તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રુજાતા ઘા જલદી રૂઝાય જાય છે.
  9. તેલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાય જાય છે.
  10. ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે.અને ઘા પાકતો નથી
  11. લોહી નીકળતા ઘા પર પાન માં નાખવાનો ઘાટો ચૂનો ચોપડી તેના પર તલ નું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
  12. હિંગ અને લીંબડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમ માં પડેલા કીડા મરી જાય છે.અને ઘા રૂઝાય જાય છે.
  13. રાય ના લોટને ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મટી જાય છે અને ઘા જલદીથી રૂઝાય  જશે.
  14. ગાજરને કાજળી કોઈ પાન લોટમાં ઉમેરી ફોલ્લા તથા બળતરા વાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
  15. તાજા ઘા ઉપર જેથી મધમાં મધ મેળવી કાલવીને ભરી દેવાથી જલદી રુઝ આવે છે.

                          0 comments:

                          Post a Comment