Tuesday, February 16, 2016

લકવો

                             
  1. લકવો થયો હોય તો મધ સાથે લસણ પીસી ચાટવાથી આરામ થાય છે.
  2. લસણની એક કળી ગળવાની શરૂઆત કરી , દરરોજ એક એક વધારતા જઈ , ચાલીસમાં દિવસે ૪૦ કળીઓ ગળવી અને આ જ રીતે એક એક કળી ઓછી ઓછી કરતા જઈ , બીજા ૪૦ દિવસ સુધી કળીઓ ઓછી કરતા જવી ,પછી પાછા બીજા ચાલીશ દિવસો સુધી કળીઓ ગળવાથી લકવો મટે છે.
  3. કોચાના બીજ ૧ કિલો લઇ , સાંજે પાણીમાં પલાળો , સવારે તેના ફોતરા ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સુકવી દો . સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી ૩ ગ્રામ ચૂર્ણ સાથે ૧ ગ્રામ અશ્વગંધા નું ચૂર્ણ મેળવી , રોજ સવારે ભૂખ્યા પેટે ગરમ દૂધ સાથે અને સાંજે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે લેવાથી લકવા તથા સંધિવામાં દર્દીને ફાયદો થાય છે.

વાળની માવજત

                             


  1. વાળ ખરતા હોય તો દીવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિ .
  2. માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે
  3. અમળા , કાળા તલ  , ભાંગરો અને બ્રામ્હી સરખે ભાગે લઇ , વાટીને પાઉડર બનાવી , રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
  4. ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથું ધોવાથી જુ અને ખોડો મટે છે.
  5. ચણાને છાસમાં પલાળીને , ચણા એકદમ પોચા થાય ત્યારે , માથા ઉપર મસળીને બે કલાક પછી માથું  ધોવાથી જુ અને ખોડો મટે છે.
  6. તલના ફૂલ , ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની  તાલ મટે છે.
  7. પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેદીના પાન ઉકાળવા . તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખુબ વધે છે અને કાળા પણ થાય છે.
  8. કાંદાનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે.
  9. લીમડ ના પાનને પાણીમાં વાટીને , તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.
  10. વાળ ખરી પડતા હોય ત્યારે તે પર ગોરાળું માટી-પ્રવાહી-લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
  11. છાલ સાથે ની કાકડી ખાવાથી વાળમાં ચમક આવે છે.
  12. ગરમ પાણી માં આમળાનો ભૂકો નાખી  , ઉકાળો , આ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.
  13. માથાના વાળ ખરતા હોય તો , ૫૦૦ ગ્રામ સુધ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સુકી મેથી નાખી , સૂર્યના તડકામાં સાત દિવસ રાખો .ત્યાર બાદ તે તેલ ગાળીને બાટલીમાં ભરી લ્યો . આ તેલ સવાર સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે , વાળ કાળા થાય છે અને નવા વાળ ઉગે છે.

Saturday, February 13, 2016

પથરી

               


  1. લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
  2. ગાયના દુધની છાસમાં સિંધવ-મીઠું નાખીને ઉભા-ઉભા રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે .
  3. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પાથરી ઓગળી જાય છે.
  4. ટકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થય પેશાબ વાટે નીકળી જાય છે.
  5. નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
  6. કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટી જાય છે.
  7. મૂળાના પાનનો રસ કાઢી , તેમાં સુરોખાર નાખી , રોજ પીવાથી પથરી ઓગળી જાય છે .
  8. કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઊગળી જાય છે.
  9. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
  10. જુનો ગોળ અને હળદર છાસમાં મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે.
  11. કાળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી , સવારે મસળી , ગાળી , આ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
  12. કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
  13. મૂળાના બી ચાર તોલા લઇ અર્ધો શેર પાણીમાં ઉકાળવા , અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
  14. ઘવ અને ચણાને સાથે ઉકાળીને , તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થય જાય છે.
  15. મેદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
  16. મકાઈના દાના કાઢી લીધા પછી ખાલી ડોડાને બળી , તેની ભસ્મ  બનાવી , ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.
  17. બડી દૂધ(દુધેલી) ના પાન પાચ તોલા તથા મેદીના પાન પાચ તોલા લઇ  બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો ને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું , રસ ઠંડો થયા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો .પેશાબ લાલ આવે તો ગભરાવું નહિ. ત્રીજા દિવસે પથરી બારીક પાવડર થય પેશાબ વાટે બહાર આવશે .
  18. કાંદાના ૨૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ ખાંડેલી મીસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને મુત્ર દ્વારા નીકળી જાય છે.

હદયની બીમારી - બ્લડપ્રેશર

                              

  1. લસણને પીસીને દુધમાં પીવાથી લોહીનું દબાણ , બ્લડપ્રેશરમાં ખુબ ફાયદો થાય છે . લસણ બ્લડપ્રેશરની રામબાણ દવા છે.
  2. બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પીવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
  3. આદુનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હદયરોગ મટે છે. હદયના રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો.તેનાથી હદય મજબુત બને છે અને હદયની કાર્યશક્તિ વધે છે.
  4. હદયનો દુખાવો ઉપાડે ત્યારે તુલસીના આઠ-દસ પાન અને બે ત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઇ દુખાવો મટે છે.
  5. છાતી , હદય કે પડખામાં દુખાવો થયો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરી પીવો , પાનને વાટીને લેપ કરવાથી દુખાવો મટે છે.

ઉધરસ-ખાસી


  1. કાંદાના  રસમાં  મધ  મેળવીને  પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
  2. કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દુર થઇ ઉધરસ મટે છે.
  3. લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ ભેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
  4. લવિંગને મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  5. મરીનું ચૂર્ણ દુધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
  6. મરીનું ચૂર્ણ સાકર.ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
  7. એક ચમચી મધ,અને બે ચમચી આદુનો રસ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.
  8. થોડી હિંગ શેકી,તેને ગરમ પાણીમાં મેળવી,પીવાથી ઉધરસ મટે છે.
  9. દ્રાક્ષ અને સાકર મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  10. લસણની કળીઓને કચરી,પોતલી બનાવી,તેની વાસ લેવાથી મોટી ઉધરસ(હું પીંગ) ,કફ મટે છે.
  11. લસણ ૨૦ થી ૨૫ ટીપા રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર- ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ (હું પીંગ - કફ ) મટે છે.
  12. દાડમના ફળની છાલનો ટુકડો મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
  13. આમલીના કીચુકાને શેકી,તેના છોતરા કાઢી નાખી,કીચુકાનું બારીક ચૂર્ણ બનાવી,મધને ઘી માં મેળવી પીવાથી ઉધરસ કફમાં લોહી પડતું હોઈ તો મટે છે.
  14. થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઇ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.
  15. ગરમ કરેલા દુધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
  16. રાત્રે મીઠાની કાકરી મોમાં રાખી મુકવાથી ઉધરસ મટે છે.
  17. ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.
  18. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટો પડી જાય છે અને ઉધરસ મટશે.
  19. હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચના  -એક મુઠ્ઠી જેટલા-સવારે તથા રાત્રે સુતી વખતે ખાવાથી ( ઉપરથી પાણી ના પીવું ) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
  20. મીઠું અને હળદરવાળો  શેકેલો અજમો જમ્યા બાદ મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.
  21. હળદર અને સુંઠ સવાર -  સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
  22. હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી  મોમાં રાખી ચૂસવાથી કફની ખસી મટે છે.
  23. નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફ ની ખસી મટે છે.
  24. તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુખાવો મટે છે.
  25. રાત્રે થોડાક શેકેલા ચના ખાઈ , ઉપર પાણી પીધા વગર સુઈ જવાથી ઉધરસ મટે છે.
  26. અરડૂસીના પાનના  રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
  27. ખાંડ સાથે બે ટીપા કેરોસીન દિવસમાં ત્રણ વાર ચાટવાથી મોટી ઉધરસ મટે છે.
  28. કેળના પાનને બાળી , ભસ્મ બનાવી, તે ભસ્મમાં દશ ગ્રામની માત્રામાં  દિવસમાં ત્રણવાર મધ સાથે ચાટવાથી ઉતાતીયામાં રાહત થાય છે.

Monday, February 8, 2016

સોજો -મુઢમાર


  1. કડવા લીમડાના પાન બાફીને  સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઉતરે છે.
  2. લવિંગ વાટીને તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજો ઉતરે છે.
  3. રાઈ અને સંચળ વાટીને એનો  લેપ કરવાથી સોજો ઉતારે છે.
  4. હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી મુઢમારનો સોજો ઉતરે છે.
  5. હળદર અને મીઠાનો લેપ કરવાથી લાગવાથી કે મચકોડાવાથી આવેલો સોજો ઉતરે છે.
  6. તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.
  7. તંદ્લજાના પાનનો લેપ કરવાથી સોજો મટે છે.
  8. ધાણાને લોટની સાથે મેળવી તેનો લેપ  કરવાથી  સોજો મટે છે.
  9. આમલીના પાન અને સિંધવ મીઠું વાટી તેનો ગરમલેપસોજા કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઉતરે છે.
  10. મુઢમાર કે મારદાયેલ હાડકા પર આમલી ને આવળનાં પાનનો લેપ ગરમ કરી લગાડવાથી સોજો ઉતરે છે.
  11. શીગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો ને દુખાવો મટે છે.
  12. લસણ,હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મુઢમાર પર કરવાથી આરામ મળે છે.
  13. સરસીયા કે  તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તેલનું સંધિવાના સોજા પર માલીશ કરવાથી આરામ થાય છે.
  14. મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
  15. તુલસીના પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઉતરી જાય છે.
  16. જાયફળને સરસિયાના તેલમાં મેળવીને સંધાઓના સોજા પર લેપ  કરવાથી જકડાયેલા સાંધા છુટા થાય સોજો મટે છે.
  17. મુઢમાર કે મોચ પર લોહ્ચુમ્બકનો સાઉથ પોલ મુકવાથી તરત જ આરામ થાય છે અને લોહચુમ્બક લાકડી જેવું બ્લોક આકારનું હોવું જોઈં અને નોર્થ પોલ શરીર્નાબીજા ભાગને અડે નહિ તેની કાળજી લેવી .