Monday, February 8, 2016

અનિન્દ્રા-ઊંઘ ન આવવી


  1. સુતા પહેલા ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
  2. ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ સારી આવે છે.
  3. કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે
  4. પીપરીમૂળના ચૂર્ણની  ફાકી લેવાથી અને પગે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
  5. ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે.
  6. કુમળા વેગણને શેકી,મધમાં મેળવીને સુતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
  7. વરીયાળી , દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
  8. જાયફળ,પીપલીમૂળ તથા સાકાર દુધમાં નાખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
  9. ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સુતી વખતે લેવાથી ઊંઘ સારી આવે છે.
  10. ખુબ વિચાર,વાયુ કે વૃધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઉડી જાય ત્યારે ગથોદાનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
  11. દુધમાં ખાંડ તથા ગથોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
  12. રાતના સુતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે.

હેડકી

                      
  1. કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
  2. થોડી હળદર  પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
  3. દુધમાં સુંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
  4. મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  5. સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  6. જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
  7. સુંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
  8. ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડી થોડી વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે.
  9. શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  10. અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોમાં લેવાથી હેડકી બંધ થાય છે.
  11. નારીયેરના છોડાને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
  12. ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
  13. ગાજર પીસીને સુંઘવાથી હેડકી બંધ થાય છે.
  14. તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
  15. જીરું ખાવાથી હેડકી બંધ થાય છે.
  16. આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.

ચક્કર આવવા




  1. વરીયાળી તથા ખાંડ સરખે ભાગે લઇ,ચૂર્ણ બનાવી,સવાર સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે.
  2. મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતા બંધ થાય છે.
  3. તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે.
  4. બસમાં ચકકર આવતા હોય તો તજ અથવા લવિંગ મોમાં રાખવા .આખો બંધ રાખવી
  5. હિંગને શેકીને પાવડર બનાવવો,તેમાંથી થોડી હિંગ સુવાવડી સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતા ચક્કર તથા પેટનો દુખાવો બંધ થાય છે.

એસીડીટી



  1. સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસીડીટી  મટે છે.
  2. અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી  એસીડીટી  મટે છે.
  3. સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહી મેલવીને ખાવાથી એસીડીટી  મટે છે.
  4. અમલાનો રસ એક ચમચી,કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસીડીટી  મટે છે.
  5. એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી  મટે છે.
  6. દ્રાક્ષ અને બલહરડે સરખે ભાગે લય,એટલી જ સાકર મેળવી,તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી અને તે લેવાથી એસીડીટી  મટે છે.
  7. કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસીડીટી  મટે છે.
  8. ગન્થોલા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસીડીટી  મટે છે.
  9. સુંઠ , ખડી સાકર  અને અમલાનું ચૂર્ણ લેવાથી એસીડીટી  મટે છે.
  10. અર્ધા લીટર પાણીમાં એક લીંબુનો રસ નાખી ,અર્ધી ચમચી સાકર નાખી ,બપોરના જમવાના અર્ધા કલાક પહેલા લેવાથી એસીડીટી  મટે છે.
  11. ધાણા જીરૂનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી  મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
  12. ગાજરનો રસ પીવાથી એસીડીટી  મટે છે.
  13. ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દુધમાં થોડી સાકર તથા સાંતરેલા  ૪-૫ નંગ કાળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી  મટે છે.
  14.   થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરું ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસીડીટી  મટે છે..
  15. તુલસીના પાનને દહીં કે છાસ સાથે લેવાથી એસીડીટી  મટે છે.
  16. અમલાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસીડીટી  મટે છે.
  17. લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવી પીવાથી એસીડીટી મટે છે.
  18. ધાણા અને સુંથનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસીડીટી  મટે છે.
  19. કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસીડીટી  મટે છે.
  20. સતાવારીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસીડીટી મટે છે.
  21. સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલુણ નાખીને પીવાથી એસીડીટીમાં ઘણો ફાયદો થાય છે.

શરદી



  1. ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
  2. ગરમાગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે. 
  3. સુંઠ,કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  4. નાગરવેલના બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદીમાં રાહત થાય છે.
  5. રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
  6. આદુનો રસ અને મધ એક એક ચમચી સવાર સાંજ પીવાથી શરદી મટે છે.
  7. રાઈ ને વાટી મધ ભેળવીને પીવાથી શરદી મટે છે.
  8. ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  9. અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદી મટે છે.
  10. ગરમાગરમ દુધમાં મરીની ભૂકી અને સાકાર નાખીને પીવાથી શરદી મટે છે. 
  11. મરી,તજ,અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  12. લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદીમાં રાહત થાય છે.
  13. પાણીમાં સુંઠ નાખી ઉકાળીને પીવાથી શરદી મટે છે.
  14. કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
  15. હળદરનો ધુંવાડો સુંઘવાથી શરદી તરત જ મટી જાય છે.
  16. રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી ( ઉપર પાણી પીવું નહિ ) શરદી મટે છે.
  17. કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી શરદી મટે છે.
  18. ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
  19. ફુદીનાના રસના ટીપા નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે
  20. લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી શરદી સળેખમ મટે છે.
  21. સુંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુક ઘી નાખી તેની ત્રણ - ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપયોગ ખુબ જ લાભદાયક છે.આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
  22. સુંઠ,તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી , સળેખમ મટે છે.
  23. તુલસીના પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
  24. તુલસીના પાનવાળી ચા પીવાથી શરદી ,સળેખમ મટે છે.
  25. તુલસી , સુંઠ,કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
  26. ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

કબજિયાત


  1. અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
  2. પાકા ટામેટાનો એક કપરસ પીવાથી આતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
  3. રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.
  4. લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
  5. નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
  6. ખજુર રાત્રે પલાળી  રાખી ,સવારે મસળી  ,ગળી ને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.
  7. ગરમ પાણી માં એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુ નો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.
  8. રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.
  9. ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
  10. ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે.
  11. રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે.
  12. અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજિયાત મટે છે.
  13. તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઢ ભેળવીને ફાકવાથી કબજિયાત મટે છે.
  14. જાયફળ લીંબુના રસમાં ઘસીને ને તે  ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
  15. જમ્યા પછી એકાદ કલાકે  ત્રણ થી પાચ હિમેજ ખુબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
  16. કાંદાને ગરમ રાખમાં શેકી,રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.
  17. દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરીયાળી રોજ ફાકવાથી કબજિયાત દુર થાય છે.
  18. કબજિયાત હોય અને ભૂખ ઓછી હોય તો સૂઠ,પીપર,જીરું,સિંધાલુણ ,કળા મરી સરખે ભાગે લઇ,બારીક વાટી,ચૂર્ણ બનાવી,બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.
  19. કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી ,સવારે દ્રાક્ષને મસળી,ગાળી,તે પાણી પીવાથી કબજિયાત મટે છે.