Monday, March 21, 2016

કુતરું કરડે





  1. કુતરું કરડ્યું  હોઈ તો તેના પર હિંગને પાણીમાં ઘુંટીને ચોપડવાથી ફાયદો  થાય છે.
  2. હડકાયું કુતરું કરડ્યું હોઈ તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલ્દી રુજાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
  3. કુતરું કરડ્યું હોઈ તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ  કરવાથી , લસણની ચટ્નીને પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી ) કુતરાના ઝેરનો નાશ થાય છે.

ભમરી નો ડંખ





  1. ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા માટે છે.

મધમાખીના ડંખ



  1. મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.

દાઝેલા ઉપર


  1. દાઝેલા ઘા પર કક્ડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાઈદો થાય છે.
  2. દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાકો કાપી ઘસવાથી ફોડલો થશે નહિ.
  3. દાઝેલા ઘા ઉપર તાન્દલ્જાનો રસ ચોપડવાથી આરામ થાય છે .
  4. દાઝેલા ઘા ઉપર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
  5. દાઝેલા ઘા પર ખુબ પાક કેળા ને બરાબર મસળી,ચોંટાડી,પાટો બાંધવાથી,તરત જ શાંતિ થાય છે આરામ થાય છે.
  6. દાઝેલા ઘા પર તુલસી નો રસ અને કોપરેલ ઉકાળી ને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે.ફોલ્લાઅને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.
  7. ગરમ પાણી કે તેની વરાળથી દાઝી જવાય તો તે ભાગ  પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.
  8. દાઝેલા ઘા પર ઈંડા ની સફેદી લગાડવાથી ઘા રૂઝાય જાય છે અને ડાઘ પણ રહેતો નથી.
  9. ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝેલા ઘા પર સારું કામ કરે છે.
  10. દાઝયા પર કેરોસીન લગાડવાથી ઘણી શાંતિ થાય છે.તથા જલદી રુઝ આવી જાય છે.
  11. દાઝેલા ઘા પર છુન્દેલો કાંદો તરત જ લગાડી દેવાથી જલદી આરામ થાય છે.
  12. જખમ ,ઘા ,ગુમડા,ચાંદા,શીટર-જેમાં બહુ બળતરા થતી હોઈ તો તેમાં ચોકનો બારીક લોટ પાઉડર ની જેમ ચાંદા પર લગાડવાથી દાહ,બળતરા મટે છે.
  13. દાઝયા પર ફોલ્લા પડ્યા પેલા કાચું બટાટુ લઇ પથ્થર સાથે લસોટી તેનો લેપ લગાડી દેવો.આનાથી દાઝ્યાની વેદના અને બળતરા સામી જાય છે.અને ફોલ્લા પડતા નથીને ડાઘ પડતા નથી.દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો .
  14. દાઝ્યાનાં ફોલ્લા ઉપર સૌપ્રથમ તો છાસ લેડી દેવી અથવા ઠંડુ પાણી રેડી દેવું .
  15. કુંવારપાઠાની છાલ કાઢીને ઘાટો રસ દાઝ્યા પર લગાડતા રહેવો આનાથી બળતરા ઓછી થાય છે અને રુઝ જલદી આવે છે. 

                        ઘા - જખમ

                        1. ઘા માંથી લોહી નીકળતું હોઈ તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
                        2. તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલ્દી રુજાઈ છે
                        3. તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુજાઈ છે
                        4. તાજા ઘા ઉપર જેઠી મધમાં મધ મેળવી કાળવીને ભરી દેવાથી જલ્દી રુજ આવે છે.
                        5. લાગેલા વાઢ,કાપ,ઘા ઉપર તાજો પેશાબ લગાડવાથી જલદી રુજ આવે અને પાકતો નથી.
                        6. ઘા કે જખમ માંથી લોહી નીકળતું હોઈ તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી ને રુજ જલદી આવે છે.
                        7. વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
                        8. હળદર ને તેલમાં કકડાવીને તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રુજાતા ઘા જલદી રૂઝાય જાય છે.
                        9. તેલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાય જાય છે.
                        10. ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે.અને ઘા પાકતો નથી
                        11. લોહી નીકળતા ઘા પર પાન માં નાખવાનો ઘાટો ચૂનો ચોપડી તેના પર તલ નું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
                        12. હિંગ અને લીંબડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમ માં પડેલા કીડા મરી જાય છે.અને ઘા રૂઝાય જાય છે.
                        13. રાય ના લોટને ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મટી જાય છે અને ઘા જલદીથી રૂઝાય  જશે.
                        14. ગાજરને કાજળી કોઈ પાન લોટમાં ઉમેરી ફોલ્લા તથા બળતરા વાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
                        15. તાજા ઘા ઉપર જેથી મધમાં મધ મેળવી કાલવીને ભરી દેવાથી જલદી રુઝ આવે છે.

                                                ગળું

                                                1. લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગાળાનો સોજો મટે છે.
                                                2. લસણને ખુબ લસોટી ,મલમ જેવું કરી,કપડાંપર લગાડી,પેટ્ટી બનાવી કંઠમાળ જેવી ગાળાની ગાંઠ પર લગાડવાથી ગાળાની ગાંઠ મટે છે.
                                                3. કંઠમાળ પર જવના લોટમાં કોથમીર નો રસ મેળવીને રોજે લગાડવાથી કંઠમાળ મટે છે.
                                                4. કાંદાનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગાળું સાફ રહે છે.કફની ખરેટી બાઝતી નથી.
                                                5. કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી કોઈપણ ગાળાનો દુખાવો મટે છે.
                                                6. ગળું આવી ગયું હોઈ તો સરકાના કોગળા કરવાથી મટે છે.
                                                7. પાન ખાવાથી મોઢું આવી ગયું હોઈતો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે.
                                                8. ગળું બેસી ગયું હોઈ તો મીઠાના ગરમ પાણીથી કોગળાકરવાથી મટે છે.
                                                9. મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી  ગળાની બળતરા મટે છે.
                                                10. ટંકનખારને  પાણીમાં ઓગળી કોગળા કરવાથી ગાળાની બળતરા મટે છે.
                                                11. ગરમ કરેલા દુધમાં થોડી હળદર  નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
                                                12. દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હશે તો મટી જશે.

                                                ખરજવું ,ખસ ,ખૂજલી ,દરાજ



                                                1. ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે .
                                                2. તાંદલજા ભાજીના રસમાં સાકાર મેળવીને પીવાથી ખસ મટે છે.
                                                3. જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.
                                                4. એળીઓ દહિમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
                                                5. ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.
                                                6. ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
                                                7. દાદર-ખરજવા ઉપર ઘાસલેટમાં ગંદક મેળવીને લગાડવાથી તે મટી જાય છે.
                                                8. ખંજવાળ આવતી હોઈ તો તુલસીના પાનનો રસ ઘસવાથી તે મટી જાય છે.
                                                9. તુવેરના પણ બાલી દહીં સાથે લગાડવાથી ખાસ મટે છે.
                                                10. આખા શરીરે ખંજવાળ આવતી હોઈ તો સરસવના તેલ થી માલિશ કરવાથી ખંજવાળ મટે છે.
                                                11. કોપરેલ અને લીંબુ નો રસ મેળવી શરીર પર માલિશ કરવાથી ખુજલી,દરાજ મટે છે.
                                                12. મધ્યમ કદના ખેતરમાં થતું બટાટુ બાફી,તેની પોટિશ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો .આ રીતર રોજે 1 મહિનો કરવાથી જૂનું,હઠીલું સૂકું ખરજવું મટે છે.
                                                13. રાઇને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી તે મટે છે.
                                                14. ચણાના લોટમાં પાણી મેળવી શરીરે માલિશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
                                                15. આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
                                                16. કોપરું ખાવાથી અને કોપરું વાટી બારીક ખીરું કરી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.
                                                17. ટામેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ ઉમેરી તેનાથી માલિશ કરી,અર્ધ કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
                                                18. પપૈયા નું  દૂધ અને ટંકારખાર ને ઉકળતા પાણીમાં મેળવે લેપ કરવાથી ખરજવું , ખસ મટે છે.
                                                19. કુંવાડીયાનાં બીજને ખાતી છાસમાં અથવા લીંબુ ના રસ માં વાટી અને મલમ જેવું બનાવીને દાદર ઉપર લગાડવાથી દાદર મટે છે. 
                                                20. કડવા લીંબડાના કુણા પાનને પાણીમાં ઉકાળી ,પાણી સાધારણ ઠંડુ થાય ત્યારે તે પાણીથી દાદરવાળો ભાગ ધોઈને દિવસમાં ત્રણ-ચાર વાર મલમ લગાડવો.
                                                21. ખરજવા ઉપર લીંબડાના બાફેલા પણ બાંધવાથી ,લીંબડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
                                                22. બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
                                                23. કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
                                                24. કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાવવાથી ખરજવું મટે છે.
                                                25. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાલી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.