- મગફળીના દાણા એનર્જીનું મોટુ સ્તોત્ર છે. આ કારણે જ વ્રત દરમયાન ફ્રળાહારમાં એનું સેવન વધારે કરાય છે.
- મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે.
- શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે.
- મગફળીમાં વિટામિન બી 3 ની માત્રા વધારે હોય છે જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે.
- મગફળીવજન ઘટાડવામાં મદદ કરે છે
- મગફળીમાં એંટીઓક્સીડેંટસ સારી માત્રામાં હોય છે જે શરીરની પ્રતિરોધી ક્ષમતા વધારે છે અને રોગો સામે લડવામાં શરીરની મદદ કરે છે.
- હાઈ કાર્બોહાઈટ્રેટ વાળા હેવી નાશ્તા પછી થોડા દાણા જો મગફળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે.
Thursday, October 12, 2017
મગફળી ના ફાયદાઓ
Published :
October 12, 2017
Author :
Unknown
ચિકનગુનિયા નારિયેર પાણી થી મટાડો
Published :
October 12, 2017
Author :
Unknown
દિવસ દરમિયાન નાળિયેર પાણીના 3-4 ગ્લાસ પી જાવ .
ચિકન ગુનિયા મટાડો તુલસી ના પાન થી
Published :
October 12, 2017
Author :
Unknown
10 તુલસીના છોડના પાંદડા ½ લિટર પાણી સાથે ઉકાળવા પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવાના છે
આખા દિવસમાં આ ઉકાળો પીવો જ્યાં સુધી રાહત ના મળે .
આખા દિવસમાં આ ઉકાળો પીવો જ્યાં સુધી રાહત ના મળે .
ચિકનગુનિયા - હળદરથી મટાડો
Published :
October 12, 2017
Author :
Unknown
1/2 ચમચી હળદર પાવડર ગરમ દૂધના ગ્લાસમાં મેળવો
દૂધમાં હળદર ઉમેરો અને સારી રીતે મિશ્રણ કરો જેથી કોઈ ગઠ્ઠો ન રહે.
જ્યારે તે હૂંફાળું છે ત્યારે આ પીવું.
સવારમાં એક ગ્લાસ લો અને તમે સૂઈ જાઓ તે પહેલાં એક.
ચિકનગુનિયા -લસણની કળીથી મટાડો
Published :
October 12, 2017
Author :
Unknown
10-12 લસણની કળી લો, તેને ફોલી ને પેસ્ટ કરવા માટે પાણી સાથે તેને મિક્સ કરી દો.
અસરગ્રસ્ત સાંધાઓ પર આ પેસ્ટને લાગુ કરો અને થોડા કલાકો સુધી તેને છોડી દો.
દિવસમાં બે વાર લસણની પેસ્ટ લાગુ કરો. સાંધા ના દુખાવા માં રાહત રહે છે .
ચિકનગુનિયા - પપૈયા ના પાન થી મટાડો
Published :
October 12, 2017
Author :
Unknown
૧. ૭-૮ પપૈયા ના પાંદડા ધોવા અને લાંબા સ્ટેમ અને કેન્દ્રિય નસ દૂર કરો.
૨ . પાંદડાંને ચોળો અને પાણી સાથે મિશ્રણ કરો જેથી એક આછી પેસ્ટ કરો.
૩ . આ પ્રવાહીને હલાવો અને પલ્પને(ગરભ) કાઢી નાખો.
૪ . દર ત્રણ કલાકમાં આ રસના બે ચમચી લો.
જો તમને તાજા પપૈયા પાંદડા ન મળે, તો પપૈયા પર્ણ ટિંકચર પણ બજારમાં ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરી શકાય છે.
2-3 દિવસ માટે આ પીવાનું ચાલુ રાખો. જો લક્ષણો ચાલુ રહે, તો બીજા સપ્તાહ માટે પણ આજ ચાલુ રાખો.
Tuesday, October 4, 2016
Sunday, August 28, 2016
ઔષધીઓનો ખજાનો
Published :
August 28, 2016
Author :
Timepass
આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ અને ઝડપી ઈલાજ આપણા ઘરમાં રહેલી વસ્તુઓમાં છુપાયેલો છે જે ઘરમાં જ કરી શકાય છે પરંતુ લોકો તેના માટે તસદી લેતા નથી. જેથી આજે ઘરેલૂ નુસખાઓ તમારા માટે લઈને આવ્યા છે. જે સસ્તા અને સરળ છે.છે. જે તમારી તકલીફોનું ફટાફટ નિવારણ કરશે.
1.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .
2. ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .
3. દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.
4. જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .
5. અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .
6. પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .
7. સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .
8. ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.
9. પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિનામાં પથરી ઓગળી જશે .
10. શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .
11. ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .
12. અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .
13. કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .
14. તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
15. વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.
16. કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે .
17. દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્ષ કરી પીવાથી ઉલટી મટે છે.
18. કારેલાનો રસ સવાર-સાંજ પીવાથી તાવ અને કૃમિ બન્ને દૂર થાય છે.
19. નાગરવેલના પાનમાં બે લવિંગ મૂકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળીનો સોજો ઉતરે છે .
20. સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટી જાય છે .
21. રાઈના તેલમાં ડુંગળીનો રસ ભેળવી માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
22. અજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે.
23. નવશેકું પાણી દર ત્રણ કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે.
24. બે ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઇ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુઃખાવામાં તરત જ લાભ થાય છે.
25. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી આદુંનો રસ મેળવી કોગળા કરવાથી મોની દુર્ગંધ દુર થાય છે.
26. ઓછુ સંભળાતું હોય તો રોજ આદુંનો રસ અને મધ મેળવી,એમાં થોડું મીઠું મેળવી, આ મિશ્રણના બેથી ચાર ટીપાં કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.
27. મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે .
28. પીપરીમૂળના ગંઠોડા અને ગોળ મેળવીને ખાવાથી ઊંઘ સારી આવે છે.
29. નિયમિત કરેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
30. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.
31. ફ્લુના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.
32. કોઈ પણ જીવડું કરડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુઃખાવો મટી જાય છે.
33. સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે.
34. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે.
35. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત્ત દુર થાય છે.
36. મીઠું અને ખાવાનો સોડા મિક્ષ કરીને ઘસવાથી પીળા દાંત સફેદ થશે.
37. ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે.
38. ગરમ પાણીમાં લસણનો રસ નાખી કોગળા કરવાથી ગળું સાફ થઇ જાય છે.
39. દિવસ દરમ્યાન ચાર-પાંચ ટામેટા ખાવાથી કે ટામેટાનો એક ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી પંદર દિવસમાં હાથ-પગ અને સાંધાનો દુઃખાવો મટી જાય છે.
40. શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે.
41. તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ-પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ-પગના તળિયે લગાવવાથી રાહત મળે છે.
42. સફેદ ડુંગળી કચરીને સુંઘાડવાથી આંચકીમાં રાહત મળે છે.
Saturday, August 6, 2016
કાંટો કે કાચ વાગ્યો હોય
Published :
August 06, 2016
Author :
Unknown
- રાય ના લોટને ઘી-મધમાં મેળવી કાંટો કે કાચ વાગ્યો હોઈ તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.
મોની દુર્ગંધ
Published :
August 06, 2016
Author :
Unknown
- તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના કોગળા કરવાથી મોની દુર્ગંધ મટે છે.
મો ના ચાંદા
Published :
August 06, 2016
Author :
Unknown
- તાજી,મોળી છાસ પીવાથી મોના ચાંદા મટે છે.
- બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
- મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
- ટંકનખારને પાણીમાં ઓગળી કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે.
અવાજ બેસી ગયો હોઈ તો
Published :
August 06, 2016
Author :
Unknown
- બોરડીના છાલનો કટકો ચૂસવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે
- ભોજન કર્યા પછી મરી નું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે.
- સાકરની ગાંગડી મોમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે.
- ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી આવાજ બેસી ગયો હોય તો ખુલશે.
- પાકું દાડમ ખાવાથી આવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.
- રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી આવાજ બેસી ગયો હોય તો ખુલશે.
Friday, April 22, 2016
કણી-કપાસી
Published :
April 22, 2016
Author :
Unknown
- કપાસીવાળા ભાગ ઉપર ઘાસલેટ ખુબ ચોળીને ખરબચડું ઠીકરું ઘસવાથી કપાસી નીકળી જાય છે.
- ગોળમા આકડાના દુધના ટીપા નાખીને ,કપાસી ઉપર લગાડી , પાટો બાંધી રાખવાથી કપાસી નીકળી જાય છે .
- અળસીના તેલમાં પીપળાના પાનની ભષ્મ ઘુંટીને લગાડવાથી કપાસી મટે છે.
- બટેટાને બાફી , છુંદીને તેમાં હળદર નાખી મસળી ,સવાર સાંજ કપાસી ઉપર લગાડવાથી ચામડી નરમ બની ફાયદો કરે છે.
કેન્સર
Published :
April 22, 2016
Author :
Unknown
- શ્યામ તુલસીના પાન લય ,તેને વાટી,દૂધ મેળવતી વખતે તેમાં નાખી દેવા ત્રણ-ચાર કલાક પછી દહીં મળી જાય ત્યારે તેને સ્વચ્છ કપડાથી ગાળી , તેમાં મધ અથવા ખાંડ મેળવી, દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવાથી કેન્સર મટે છે.
બરો
Published :
April 22, 2016
Author :
Unknown
- તાવ ઉતર્યા પછી હોઠ પર બરો મૂતરી હોય તો પાણીમાં જીરું વાટી ચોપડવાથી બરો મટે છે.
વાળો
Published :
April 22, 2016
Author :
Unknown
ચાર ચપટી મઠનો લોટ લય , તેમાં ૧ ચમચી હિંગ નાખી ,થોડું પાણી નાખી ,પોટીશ બનાવી વાળો થયો હોય તે જગ્યા ઉપર બંધો ,થોડા દિવસોમાં વાળો નીકળી જશે.
સારણગાંઠ ( હનીયા )
Published :
April 22, 2016
Author :
Unknown
સવાર સાંજ બે વખત અર્ધો તોલો મેથીના દાણા ચાવ્યા સિવાય ગળી જઈ પાણી પીવાથી સારણગાંઠ મટે છે.
Subscribe to:
Posts (Atom)









